આજે ડિજિટલ ઇન્ડિયાને 5 વર્ષ પૂર્ણ, રવિશકંર પ્રસાદ વીડિયો કોન્ફરન્સથી કરશે બેઠક
Live TV
-
કેન્દ્રિય મંત્રી સંજય ધોત્રે અને રમેશ પોખરીયાલ બેઠકમાં ભાગ લેશે
ટેકનોલોજીના ક્ષેત્રમાં સશક્ત ભારત બનાવવાની દીશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું ડિજિટલ ભારત અભિયાન આજે પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આજના દિવસે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ડિજિટલ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ સંબોધન કરશે. આ ખાસ પ્રસંગે કેન્દ્રિય રાજ્યમંત્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દોઢ હજારથી વધારે પ્રતિનિધિ ભાગ લેશે.
