આસામમાં પૂરથી 14 લાખ લોકો પ્રભાવિત, 27નાં મોત
Live TV
-
બિહારની 4 નદીએ વટાવી જોખમી સપાટી, અન્ય રાજ્યમાં પણ ભારે વરસાદની આગાહી
દેશના અનેક રાજ્યોમાં પૂર પ્રકોપના કારણે પરિસ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે. આસામના 43માંથી 23 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત બન્યા છે. રાજ્યમાં 14 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયાં છે. આ પૂરપ્રકોપના કારણે અત્યાર સુધીમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને આસામ, સિક્કિમ અને બિહારમાં સ્થિતિ ચિંતાજનક બની છે. કેન્દ્ર સરકારે આ વિસ્તારોમાં શક્ય મદદ કરવાનું પણ આશ્વાસન આપ્યું છે. ત્યાંની રાજ્ય સરકારોએ પણ સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરી છે. બિહારના અનેક જિલ્લાઓમાં પણ પૂરના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. રાજ્યની ગંડક, મહાનંદા અને કોસી નદી તેની ભયજનક સપાટીએ વહી રહી છે. હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લા માટે એલર્ટ જાહેર કર્યુ છે. તો અન્ય રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
