આજે દાનપુણ્યનો મહિમા ધરાવતો પર્વ ઉત્તરાયણની રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરની પોળ વિસ્તાર ખાડીયામાં પતંગ ઉડાડી પતંગોત્સવની ઉજવણી કરશે. ભાજપા અધ્યક્ષ અમીત શાહ તથા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અમદાવાદમાં પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે.
આજે દાનપુણ્યનો મહિમા ધરાવતો પર્વ ઉત્તરાયણની રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી શરૂ થઈ છે. વહેલી સવારથી પતંગ રસીયા ધાબા પર જઈ પતંગ ચગાવવા લાગી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી શહેરની પોળ વિસ્તાર ખાડીયામાં પતંગ ઉડાડી પતંગોત્સવની ઉજવણી કરશે. ભાજપા અધ્યક્ષ અમીત શાહ તથા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અમદાવાદમાં પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. પતંગ રસિયાઓ ધાબા પર DJના તાલે ઝુમી રહ્યા છે, જેવા અવાજો ગુંજી રહ્યા છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે, હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે પવન ઉત્તર પૂર્વનો રહેશે અને પવનની ગતી 15 થી 20 પ્રતિ કલાક રહેશે. આથી આગાહી કરવામાં આવી છે કે પવન સારો રહેશે. ઉપરાંત રાજ્યભરના ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહી.
