દેશભરમાં મનાવાશે શબરીમાલા,પોંગલ અને બિહુ પર્વ
Live TV
-
ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે
શબરીમાલા ખાતે વાર્ષિક તહેવાર મકરવા વિલાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે મકાર જ્યોતિ રૂપે ખુદ ભગવાન અયપ્પા ભક્તોજનોને આશિર્વાદ આપે છે. ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તો ઉત્તર ભારતના અમૃતસર સ્થિત સુર્વણ મંદિર ખાતે શીખ શ્રદ્ધાળુઓ માઘી પર્વ મનાવે છે. ગુરુ ગોવિંદની પાછળ તેમના 14 અનુયાઈઓએ કુર્બાની આપી હતી. તેઓની યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે. ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુ ઉમટી પડતા હોય છે. અને પવિત્ર ગ્રંથ ગુરુ ગોવિંદના દર્શન કરી ગુરુ વાણી સાંભળે છે. તો દક્ષિણ ભારતના તમીલનાડુમાં આજના દિવસે પોંગલનો તહેવાર મનાવવામાં આવે છે. આજના દિવસે તમીળ લોકો, ખુલ્લામાં ચોખા એટલે કે પોગંલ બનાવે છે અને તૈયાર થયેલ પોંગલ સુર્ય દેવને અપર્ણ કરી પ્રસાદ રૂપે આરોગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને , પોંગલ, બીહુ અને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી છે.
