આજે ભારતીય સેના દિવસ, રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છા
Live TV
-
સેના અધ્યક્ષ બીપીન રાવતે આર્મીના જવાનો અને તેમના પરિવારજનોને આર્મી દિવસ પર શુભેચ્છા પાઠવી
સમગ્ર દેશમાં , આજે ભારતીય સેના દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી , ભારતીય સેનાના તમામ જવાનો તથા તેમના પરિવારોને , શુભેચ્છા પાઠવી છે. આઝાદીના રખેવાળ તથા દેશના ગર્વ સમાન જવાનોને , તેમણે શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારતીય સેના દિવસના અવસરે , દેશના જવાનો તથા તેમના પરિવારજનોને , શુભકામના પાઠવી હતી. ટ્વીટ સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું , કે દેશને બહાદુર જવાનો પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 15મી જાન્યુઆરીએ , સેના દિવસની ઉજવણી થાય છે. લેફ્ટનન્ટ જનરલ - ફિલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાએ , ભારતીય ભૂમિ દળના શીર્ષ કમાન્ડરનું પદ સંભાળ્યું હતું , તેના અનુસંધાને , આ ઉજવણી થાય છે. વર્ષ 1949ની 15મી જાન્યુઆરીએ , બ્રિટિશ રાજના અંતિમ મુખ્ય કમાન્ડર જનરલ , રોય ફ્રાન્સિસ બુચર પાસેથી , આ પદભાર ગ્રહણ કર્યો હતો. સેના દિવસના અનુસંધાને વર્ષો વર્ષ, દિલ્હી છાવણીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં , પરેડનું આયોજન કરવામાં આવે છે
