ઓડિસા - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસકાર્યોનું કર્યુ લોકાર્પણ
Live TV
-
બલાંગીરથી બિછુપાલી વચ્ચે 15 કિમી લાંબી નવી રેલવેલાઈન અને પેસેન્જર ટ્રેનને આપી લીલીઝંડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે ઓડિશાની મુલાકાતે હતા. તેમણે મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્ક , તથા અનેક નવી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાર્કથી આયાત, નિકાસ , તથા અનેક આર્થિક બાબતોનો લાભ થશે , એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જનસભાને સંબોધન કરતાં ડીડી ન્યૂઝના કેમેરા મેન , અચ્યુતાનંદ સાહુની શહાદતને નમન કર્યું હતું. ઓડિશાના પુનઃનિર્માણ માટે કેન્દ્ર સરકારે , છેલ્લા ચાર વર્ષમાં 20 હજાર કરોડ રૂપિયાની , અનેકવિધ યોજનાઓની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાલંગીર બિછુ પલ્લીમાં , એક નવી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ પ્રથમ પેસેન્જર ટ્રેઇનને તેમણે લીલી ઝંડી આપી હતી. 15 કિલોમીટર લાંબી બાલંગીર બિછુપલ્લી નવી રેલવે લાઈન ,, તટિય ઓરિસ્સાને પશ્ચિમ ઓડિશા સાથે જોડશે. પીએમ મોદીએ 1,085 કરોડ રૂપિયાની એક યોજના શરૂ કરી હતી. 813 કિલોમીટર લાંબી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું , કે દેશના અનેક રાજ્યો માટે વિકાસ કાર્યો કરવાનું બીડું , કેન્દ્ર સરકારે ઝડપ્યું છે. તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષ વિકાસના કાર્યોમાં રોડા નાંખવાનું કામ કરે છે , તેમ તેમણે જણાવ્યું હતું
