પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂ ગોવિંદ સન્માનમાં બહાર પાડશે સ્મારક સિક્કો
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ પટનામાં ગુરૂગોવિંદ સિંહની 340મી જયંતી નિમિત્તે યોજાયેલા સમારોહમાં ભાગ લીધો હતો
શીખ સમુદાયના ધર્મગુરૂ ગુરૂ ગોવિંદ સિંહની જંયતી આજે દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂ ગોવિંદ સન્માનમાં આજે સ્મારક સિક્કો બહાર પાડશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે કેટલાંક લોકોને પોતાના નિવાસસ્થાને સંબોધિત પણ કરશે. પ્રધાનમંત્રી મોદીએ પાંચમી જાન્યુઆરી 2017ના રોજ પટનામાં ગુરૂગોવિંદ સિંહની 340મી જયંતી નિમિત્તે યોજાયેલા સમારોહમાં ભાગ લીધો હતો. આ અવસરે તેમણે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ખાલસાપંથ મારફતે દેશને એક કરવાના ગુરૂ ગોવિંદસિંહના અનોખા પ્રયાસને યાદ કર્યો હતો.
