CBI પ્રમુખ પદથી હટાવાયેલા આલોક વર્માએ આપ્યું રાજીનામું
Live TV
-
ગુરુવારે મોડી સાંજે સીબીઆઈ પ્રમુખ પદથી હટાવવાના ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિના નિર્ણય બાદ શુક્રવારે આલોક વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આલોક વર્માએ પોતાના ત્યાગ પત્રમાં કહ્યું કે, આ સામૂહિક આત્મમંથનની ક્ષણ છે.
આલોક વર્માની બદલી મહાનિદેશક ફાયર સેવા, નાગરિક સુરક્ષા અને ગૃહ રક્ષાના પદ પર થયો હતો. તેમની જગ્યાએ હાલમાં સીબીઆઈ નિદેશક એમ નાગેશ્વર રાવને ફરીથી સીબીઆઈ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
પોતાના બે દિવસના કાર્યકાળમાં આલોક વર્મા દ્વારા કરવામાં આવેલ બદલીઓ સંબંધિત નિર્ણયોને નવા સીબીઆઈ નિદેશકે રદ્દ કરી લીધા છે. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના વિશેષ નિદેશક રાકેશ અસ્થાનાની અપીલ ખારિજ કરી દીધી છે.
