Skip to main content
Settings Settings for Dark

આજે દિલ્હી પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

Live TV

X
  • પંજાબ, હરિયાણા ઉત્તરપ્રદેશના સચિવો પરાળ સળગાવવાના મુદ્દે લેવાયેલા પગલા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે રિપોર્ટ

    આજે પ્રદૂષણના મુદ્દે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવાની છે જેમાં પંજાબ, હરિયાણા ઉત્તરપ્રદેશના સચિવોને પરાળ સળગાવવાના મુદ્દે આજે સુપ્રીમકોર્ટમાં રજૂ થશે.. દિલ્હી-એનસીઆરમાં હવાના કારણે પ્રદૂષણમાં નહીંવત ઘટાડો નોંધાયો છે,.. તો પ્રદૂષણનું સ્તરમાં ગંભીરથી ગંભીર સ્થિતીમાં આવી ગયું છે.. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચક્રવાતી તુફાન મહા અને  બુધવાર અને ગુરૂવારના રોજ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ તથા દિલ્હી એનસીઆર ના ઉત્તરી મેદાની વિસ્તારોમાં વરસાદના અણસાર છે જેનાથી સ્થિતીમાં વધુ સુધારો થશે.. આજે ઘણા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો સૂંચકાક ગંભીરથી અતિ ગંભીર સ્થિતિમાં છે.. દિલ્હીના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મંગળવારે આ મામલે સુનાવણી કરતા દિલ્હી સરકારને ફટકાર લગાવતા પુછ્યું કે પરાળ સળગાવવાના મામલે તેઓ શું કરી રહ્યાં છે... ટ્રિબ્યુનલે કહ્યું કે, જ્યારે  પણ પ્રદૂષણ વધે છે અમને જણાવવામાં આવે છે કે, નિર્માણકાર્યો પર રોક લગાવી દીધી છે જેનાથી શ્રમિકોને પરેશાની થાય છે અને અનેકના રોજગાર છીનવાય જાય છે..એનજીટીએ કેન્દ્ર સરકારને પણ પ્રદૂષણ રોકવાની બાબતમાં પુછ્યું જેના જવાબમાં સરકારે કહ્યું કે, પ્રદૂષણ રોકવાની બાબતમાં સચિવસ્તરની બેઠકો યથાવત છે.. અમે આ રાજ્યોને પ્રદૂષણની સમસ્યાને અટકાવવા માટે  1150 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ વર્ષે પ્રદૂષણ રોકવા માટે 50 હજાર મશીનો પણ ફાળવવામાં આવી છે.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply