આજે દેશભેરમાં હોળી પર્વ ધામધૂમથી ઉત્સાહભેર ઉજવાશે
Live TV
-
આ પરંપરાગત હોળી તહેવારની ઉજવણી પાછળ હોલીકા અને પ્રહલાદની કથા સંકળાયેલી છે
હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે પરંપરારા મુજબ ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે, અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી 'હોળીકા અને પ્રહલાદ'ની કથા બહુ જાણીતી છે.
આજે દેશભરમાં હોળીના તહેવારની ભારે ઉત્સાહભેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પરંપરાગત હોળી તહેવારની ઉજવણી પાછળ હોલીકા અને પ્રહલાદની કથા સંકળાયેલી છે. જેમાં આસુરી તત્વો પર વિજય થતા તેના મહિમાને વર્ણવતી કથાનો ભક્તજનોમાં અનેરો મહિમા રહેલો છે.
