કેજરીવાલની ઝડપી તપાસ અને રિમાન્ડની કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ હોળીના તહેવાર બાદ સુનાવણી હાથ ધરશે
Live TV
-
લીકર સ્કેમ પોલિસીમાં કેજરીવાલની ભૂમિકા અંગે સઘન તપાસ અને ગુનાઓથી થયેલી આવક વિશે તપાસ કરવા માટે તેમને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલાયા હતા
લીકર સ્કેમ પોલિસીમાં ગેરરીતિ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતમાં વધારો થયો છે. જે કેસમાં ઝડપી તપાસ અને રિમાન્ડની કાર્યવાહી ઝડપથી હાથ ધરવા કરાયેલી અરજી અંગે હવે સુપ્રિમ કોર્ટ દ્વારા હોળીના તહેવાર બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.
લીકર સ્કેમ પોલિસીમાં કેજરીવાલની ભૂમિકા અંગે સઘન તપાસ અને ગુનાઓથી થયેલી આવક વિશે તપાસ કરવા માટે કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલાયા હતા
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દ્વારા લીકર પોલિસી સ્કેમ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવાામાં આવ્યા હતા. કોર્ટના આદેશમાં જણાવાયું હતું કે, ડિજીટલ ડિવાઈસથી મળેલા ડેટા અને તપાસ સાથે જોડાયેલા અન્ય મટીરીયલ્સથી સામનો કરાવવા અને લીકર સ્કેમ પોલિસીમાં કેજરીવાલની ભૂમિકા અંગે સઘન તપાસ અને ગુનાઓથી થયેલી આવક વિશે તપાસ કરવા માટે કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તેમજ અરવિંદ કેજરીવાલની એવી જગ્યા પર પૂછપરછ કરવામાં આવશે જ્યાં સીસીટીવી કવરેજ હોય. તેમજ સાંજે 6થી 7 વાગ્યાના સમયમાં કેજરીવાલ પોતાના વકીલો સાથે મુલાકાત કરી શકશે અને સુનિતા કેજરીવાલ અને બીભવ કુમારને પણ અડધો કલાક મળી શકશે. તેટલી રાહત આપવામાં આવી હતી.
કેજરીવાલે હાઈ બ્લડ પ્રેશરનું કારણ જણાવીને સ્પેશિયલ ડાયટ અને ઘરના ભોજનની માંગ કરી હતી. કોર્ટે આ માંગણી મંજૂર કરતા જણાવ્યું હતું કે, તેમને જરૂરી દવાઓ અને ડોક્ટર દ્વારા કહેવામાં આવેલું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે, અને ઈડી આ પ્રકારની વ્યવસ્થા ન કરાવી શકે તો તેઓ ઘરનું ભોજન ખાઈ શકશે.
