આજે દેશમાં થઈ રહેલી નેશનલ વેક્સિનેસન ડેની ઉજવણી
Live TV
-
ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીને નાથવા માટે વેક્સિનેસન અભિયાન હાથ ધરાયું છે ત્યારે આજે દેશમાં નેશનલ વેક્સિનેસન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. 16 માર્ચ 1995ના રોજ પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતમાં પ્રથમ વખત 1995ની સાલમાં બાળકોને મોઢા વાટે પોલીયોની રસી પ્રથમ વખત આપવામાં આવી હતી અને ભારતમાં પોલીયોને જડ-મૂડથી નાથવાના અભિયાનની ભારત સરકાર દ્વારા શરૂઆત આજના દિવસથી કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ 2014માં ભારતને પોલીયો મુક્ત રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવેલ. છેલ્લા કેટલાય દાયકાઓમાં વેક્સિન જ આ બીમારીઓને નાથવા માટે ઉપયોગી બની છે અને લાખો લોકાના જીવ પણ બચાવી શકાયા છે. આ દિવસની ઉજવણીનો હેતુ નાગરિકોમાં વેક્સિનેસન અંગે જાગૃતિ લાવવાનો છે. સાથે જ હાલના સમયમાં કોરોનાની મહામારી સામે પણ ભારતની વેક્સીન અસરકારક સાબિત થઇ રહી છે.
