સંસદ ભવનમાં IPU અધ્યક્ષ દુઆરતે પશેકોનો અભિવાદન સમારોહ યોજયો
Live TV
-
સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં આજે આઇપીયુના અધ્યક્ષ દુઆરતે પશેકોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આઇપીયુના અધ્યક્ષ દુઆરતે પશેકો 7 દિવસ ભારતની મુલાકાતે છે, ત્યારે તેમણે ઔપચારિક ચર્ચામાં વાત કરી હતી. કે લોકતંત્રમાં યુવાઓ વધુ જોડાય અને સમાનતા પર ભાર મૂકવામાં આવે. આ અભિવાદન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્દ મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતા. અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પશેકોને ભારતના સંવિધાનની ભેટ ધરી હતી. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું, કે દુનિયાના લોકતાંત્રિક દેશો વચ્ચે સંવાદ વધવો જોઇએ. તો આઇપીયુના અધ્યક્ષ દુઆરતે પશેકોએ આ પ્રસંગે આભાર વ્યક્ત કહ્યું હતું, કે ભારતની સંસદીય પ્રણાલીની સાથે ચાલવા આઇપીયુ હંમેશા તૈયાર રહેશે. અને ભારત-પોર્ટુગલ વચ્ચે વર્ષો પૂરાણો સંબંધ છે. આ સાથે કોરોના મહામારી વિશે ભારતના વખાણ કરતા કહ્યું હતું, કે ભારતે વિક્સાવેલી રસીથી દુનિયાભરના દેશોને મદદ મળી રહી છે.
