આજે નૌકાદળ દિવસ: રાષ્ટ્ર સામેના સુરક્ષાના પડકારોને પહોંચી વળવા નૌકાદળ સજ્જ
Live TV
-
આજે નૌકાદળ દિવસ છે. નૌકાદળના ચીફ એડમીરલ કરમવીરસિંહે દેશને ખાતરી આપી છે કે રાષ્ટ્ર સામેના સુરક્ષાના પડકારોને પહોંચી વળવા નૌકાદળ સજ્જ છે. નૌકાદળ દિવસની પૂર્વસંધ્યાએ પત્રકાર પરિષદને સંબોધતાં નૌકાદળના વડાએ જણાવ્યું હતું કે, નૌકાદળ 41 યુદ્ધ જહાજની ખરીદી કરવા જઈ રહ્યું છે. ત્રણ વિમાન વાહક યુદ્ધ જહાજો ધરાવવાની નૌકાદળ લાંબાગાળાની યોજના પણ ધરાવે છે. આ દેશમાં વિકસીત પ્રથમ વિમાનવાહક યુદ્ધ જહાજનું પરિચાલન વર્ષ 2022 સુધીમાં શરૂ થઈ જશે.
