આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો જન્મદિન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રીએ તેમના લાંબા આયુષ્ય માટેની કરી કામના
આજે 11 ડિસેમ્બર એ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો 84 મો જન્મદિવસ છે. આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટર પેજ પર ટ્વીટ કરી શુભકામના પાઠવી..પ્રધાનમંત્રીએ લખ્યુ છે કે પ્રણવજીએ ખંત અને સંકલ્પ સાથે ભારતની સેવા કરી છે. એટલુ જ નહી પ્રધાનમંત્રીએ તેમની કાર્યકુશળતાના પણ વખાણ કર્યા..અને તેમના લાંબા આયુષ્ય માટેની કામના કરી હતી..
તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટર પર લખ્યુ છે કે મૃદુભાશી, વિદ્વાન અને સરળ માર્ગદર્શક તરીકે ભારતીય રાજનીતિની એક પેઢીને પોતાની કાર્યશૈલીથી પ્રભાવિત કરનારા પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીને જન્મદિવસની શુભેચ્છાઓ.. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે..
