Skip to main content
Settings Settings for Dark

ક્લાયમેટ ચેન્જ ઈન્ડેક્સમાં ભારત પ્રથમ 10 દેશોમાં સામેલ

Live TV

X
  • વૈશ્વિક જળવાયુ લક્ષને પ્રાપ્ત કરવા ભારત પ્રતિબદ્ધ - પ્રકાશ જાવડેકર

    ભારત પ્રથમવાર આ વર્ષના જળવાયુ પરિવર્તન પ્રદર્શન સુચકાંકમાં શ્રેષ્ઠ દસ દેશોમાં સામેલ થયો છે. જયારે અમેરીકા સૌથી ખરાબ પ્રદર્શન કરનાર દેશોમાં પ્રથમવાર સામેલ થયો છે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહયું કે વૈશ્વિક જળવાયુ લક્ષને પ્રાપ્ત કરવા ભારત પ્રતિબધ્ધ છે. સ્પેનની રાજધાની મેડ્રીડમાં કોપ-25ની ઉચ્ચસ્તરીય બેઠકમાં પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહયું કે જળવાયુ પરિવર્તન ઉપર ભારતે જે કહયું છે તે કરી રહયું છે. મેડ્રીડમાં ચાલી રહેલ જળવાયું પરિવર્તન મુસદ્દા સમિતિ સંમેલન કોપ-25 ની ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રકાશ જાવડેકરે ભારતનું વલણ રજુ કર્યું હતું. તેમણે આ સમજૂતી લાગુ કરવાની દલીલ કરતા વિકસીત દેશોને કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આ દિશા માં અપાયેલ વચનો પુરા કરવા માંગ કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply