આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ.બંગાળમાં ચૂંટણી રેલી સંબોધશે
Live TV
-
બાદમાં પ્રધાનમંત્રી ત્રિપુરાના ઉદેપુરમાં ચૂંટણી રેલી સંબોધશે
લોકસભાના પ્રથમ તબક્કાના મતદાનમાં ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં ચૂંટણી રેલીને સંબોધશે. બાદમાં પ્રધાનમંત્રી ત્રિપુરાના ઉદેપુરમાં ચૂંટણી રેલી સંબોધશે. પ્રધાનમંત્રી મોદી મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં પણ ચૂંટણી સભા સંબોધશે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર ગરમાયો છે. પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ જનતા સમક્ષ મૂકી રહ્યા છે એ વિરોધી કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે
