આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન પહોંચશે
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન પહોંચશે. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ પેલેસ્ટાઇન યાત્રા છે. પેલેસ્ટાઇનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવંગત યાસર અરાફતને શ્રદ્ધાંજલી આપશે અને મેહમુદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ એશિયા અને ખાડી દેશોની ત્રણ દિવસીય યાત્રા પર રવાના થઈ ગયા બાદ જોર્ડન પહોંચ્યા હતા જ્યાં શાહ અબ્દુલા દ્વિતીય સાથે તેમણે મુલાકાત કરી હતી. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન પહોંચશે. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ પેલેસ્ટાઇન યાત્રા છે. પેલેસ્ટાઇનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવંગત યાસર અરાફતને શ્રદ્ધાંજલી આપશે અને મેહમુદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ પહેલાં પેલેસ્ટાઇન રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસે કહ્યું છે કે, ભારત સાથે પેલેસ્ટાઇનને જુનો સંબંધ છે અને ભારતના પ્રધાનમંત્રીનો આ પ્રવાસ બંને દેશોના સંબંધોને વધારે મજબૂત બનાવશે.