ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ સફળતાપૂર્વક સંપન્ન
Live TV
-
ખેલો ઈન્ડિયા સ્કુલ ગેમ્સ , સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ગુરૂવારે ખેલો ઈન્ડિયા સ્કુલ ગેમ્સ સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં રમત-ગમત મંત્રીએ , વિજેતા ટીમને ટ્રોફી આપી હતી. ખેલોમાં હરીયાણાએ પ્રથમ, મહારાષ્ટ્રે દ્વિતીય , જ્યારે દિલ્હીએ તૃતિય સ્થાન મેળવ્યું છે. ખેલ મંત્રી રાજ્ય વર્ધનસિંહ રાઠોડે જણાવ્યું હતું , કે ફીટ અને સ્પોટી રાષ્ટ્રની યાત્રા , હવે શરૂ થઈ છે. તેમણે કહ્યું હતું , કે દરેક શાળા અને પરિવારોને નિવેદન છે , કે જીવનમાં શિક્ષણની સાથે સાથે , રમત ખૂબ જ જરૂરી છે. જેથી દરરોજ રમત રમવી અનિવાર્ય છે. ગુજરાતે આ સ્પર્ધામાં , બે ગોલ્ડ, બે સિલ્વર , અને ત્રણ બ્રોન્ઝ સાથે સાત મેડલ જીત્યા છે.
ગુજરાતે જૂડો અને ત્રણ હજાર મીટર દોડમાં ગોલ્ડ, ગર્લ્સ 40 અને 70 કિલો ફ્રિસ્ટાઈલ રેસલિંગમાં સિલ્વર, જ્યારે કબ્બડી બોયઝ ટીમ, વોલીબોલ ગર્લ્સ ટીમ , અને 50 મીટર બટર ફ્લાય, સ્વીમીંગ ગર્લ્સમાં , બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.