Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી FICCIના વાર્ષિક સંમેલનમાં સંબોધન કરશે 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ફિક્કીની 93 મી સામાન્ય સભા અંગે વાર્ષિક સંમેલનમાં ઉદ્ઘાટન પ્રવચન કરશે. પ્રધાનમંત્રી મોદી ફિક્કીના વર્ચ્યુઅલ એક્સપો-2020 નું પીએન ઉદ્ઘાટન કરશે. ફિક્કીનું વાર્ષિક સંમેલન વર્ચ્યુઅલ માધ્યમથી તા. 11, 12 અને 14 ડિસેમ્બરના રોજ આયોજન કરાયું છે. 

    'પ્રેરિત ભારત' છે સંમેલનનો વિષય 

    આ વર્ષના સંમેલનનો વિષય છે 'પ્રેરિત ભારત'. આ સંમેલનમાં તમામ મંત્રીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞ સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો ભાગ લેશે. સંમેલનમાં અર્થકારણ ઉપર કોવિડ-19ના દુષ્પ્રભાવ, સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સુધારાઓ અને ભારતીય અર્થવ્યવસ્થા અંગે આગામી તૈયારીઓ માટે વિભિન્ન પક્ષ વિચાર-વિમર્શ કરશે. ફિકકીનો વાર્ષિક એક્સપો -2020 સંમેલનનો તા. 11 ડિસેમ્બરથી પ્રારંભ થયો છે. જે આગામી એક વર્ષ સુધી ચાલશે. 

    આ મંત્રીઓ પણ સંમેલનમાં ભાગ લેશે 

    વર્ચ્યુઅલ માધ્યમથી શરૂ થયેલો આ એક્સપો વિશ્વભરના પ્રદર્શકોને પોતાના ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે અને તેમના વ્યવસાયને મોટું ફલક આપવાની તક પૂરી પડશે. કેન્દ્રિય મંત્રી ડો. એસ. જયશંકર, નિતિન ગડકરી અને પિયુષ ગોયલ પણ ફિકકીના વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં આર્થિક કૂટનીતિ અને 'આત્મનિર્ભર ભારત'માં એમએસએમઇની ભૂમિકા જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply