બોગસ કંપનીઓ વિરૂદ્ધ કેન્દ્ર સરકારની લાલ આંખ, કરશે મોટી કાર્યવાહી
Live TV
-
નકલી કંપનીઓ વિરૂદ્ધ કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે અને તેમના પર મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. GST વિભાગ દ્વારા 1.63 લાખ જેટલા રજિસ્ટ્રેશનને રદ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 132 વ્યક્તિઓની ધરપકડ
નકલી કંપનીઓ સામે કેન્દ્ર સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારના જીએસટી વિભાગ દ્વારા જીએસટી રિટર્ન ન ભરવાના કારણે ઓક્ટોબર, નવેમ્બરમાં 1.63 લાખ જેટલા રજિસ્ટ્રેશનને રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 132 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
