આજે ભારતીય જનતા પક્ષ સંકલ્પ પત્ર જાહેર કરશે
Live TV
-
પક્ષનું મુખ્ય થીમ "ફિર એક બાર મોદી સરકાર" રહેશે
આગામી અગિયારમી એપ્રિલથી શરૂ થનારી 17મી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ સંકલ્પ પત્ર જાહેર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ અમીત શાહ સહિત ભાજપાના અનેક નેતાઓ હાજર રહેશે. આગામી પાંચ વર્ષમાં જન કલ્યાણ માટે ભાજપાની વિવિધ યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.સંકલ્પ પત્ર જાહેર કર્યા અગાઉ ભાજપાએ કેમ્પેઈન થીમ જાહેર કર્યો છે. કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ પાર્ટીના આ કેમ્પેઈનને જાહેર કર્યો હતો. પક્ષનું મુખ્ય થીમ "ફિર એક બાર મોદી સરકાર" રહેશે. ભાજપાનું પ્રથમ થીમ કામ કરનારી સરકાર બીજું એક ઈમાનદાર સરકાર અને ત્રીજું મોટા નિર્ણયો લેનારી સરકાર રહેશે.કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, પાર્ટીની પ્રચાર થીમ ભાજપા સરકારની વિવિધ ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.દરમિયાન ઓડિશા વિધાનસભાની ચૂંટણીઓ માટે ગઈકાલે ભાજપાએ રાજધાની ભુવનેશ્વરમાં એક સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો
