ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર કેમ્પેઈન પૂરજોશમાં
Live TV
-
"અબ હોગા ન્યાય" પ્રચાર સાથે કોંગ્રેસનો પ્રચાર
ઈલેક્ટ્રોરલ બોન્ડ પર નાણાંમંત્રી અને ભાજપ વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ ,પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ અગાઉ ચૂંટણીમાં ,જે કાળુનાણું વપરાતુ હતું ,તેના પર ઈલેક્ટ્રોરલ બોન્ડ આવવાના કારણે ,રોક લાગી છે. આ પ્રતિક્રિયા તેમના બોલ્ગ અને ટ્વીટરના માધ્યમથી તેઓ આપી છે.નવી દિલ્લી ભાજપ કાર્યાલય ખાતે, બીજેપીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ ,એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેઓએ ,બીજેપીએ પોતાના લોકસભાની ચૂંટણી માટે, મુખ્ય કેમ્પેઈન લોન્ચ કર્યું છે.નવી દિલ્લી ખાતે ,અખિલ ભારતીય કોંગ્રેસે ,પ્રચાર અભિયાનનો શ્રી ગણેશ કર્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા ,આનંદ શર્મા અને રણદિપ સુરજીવાલા સહિત મોતીલાલ વોહરા ઉપસ્થિત હતા. "અબ હોગા ન્યાય " પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો.ઓડિશા વિધાનસભા માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસે ખેડૂત પરિવારનું બે લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવા સાથે પ્રત્યેક બેરોજગાર યુવાનને માસિક 3,000 રૂપિયાનુ ભથ્થું, મહિલાઓને સરકારી નોકરી, સંસદ અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતનું વચન આપ્યું છે.'યોર વૉઇસ યોર ચોઇસ શીર્ષક હેઠળ કુલ 32 પાનાનો ઢંઢેરો કોંગ્રેસે દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
