ચૂંટણી પંચે તપાસ સંબંધિત વિભાગોને આપ્યા નિર્દેશ
Live TV
-
દરોડા કાર્યવાહી કરતા પહેલા ચૂંટણી પંચને જાણ કરવા કહ્યું
ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન તપાસ સંબંધિત વિભાગોને નિર્દેશ જારી કરતા કહ્યું કે ચૂંટણી દરમિયાન થનારી દરોડા કાર્યવાહી પર તપાસ વિભાગોને સંપૂર્ણ રીતે તટસ્થ રહેવું પડશે. કોઈ પણ તપાસ પહેલા તપાસ વિભાગોએ ચૂંટણી પંચને સૂચના આપવી પડશે. ચૂંટણી પંચે તમામ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને ચૂંટણી દરમિયાન પોતાની કાર્યવાહીઓમાં સંપૂર્ણ રીતે તટસ્થ રીતે રહેવાનો પરામર્શ કર્યો છે. સાથે જ ચૂંટણી પંચે તપાસ એજન્સીઓ તરફથી થતી કોઈ પણ પ્રકારની કાર્યવાહી વિશે પહેલા સૂચના આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. તપાસ સંબધિત વિભાગો માટે જાહેર કરાયેલા પત્રમાં આયોગે લખ્યું છે કે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીીતે ધનના ઉપયોગ પર શંકાની સ્થિતિમાં ચૂંટણીના આચારસંહિતાને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી અધિકારીને તેમની પર્યાપ્ત સૂચના આપવી પડશે. વિપક્ષી દળો દ્વારા સરકાર પર બંધારણીય સંસ્થાઓના દુરુપયોગનો આરોપ લગાવ્યા બાદ ચૂંટણી પંચ તરફથી આ પગલુ લેવામાં આવ્યું છે.
