આજે ભારતીય તટરક્ષક દળના ૪પમાં સ્થાપના દિવસની ઉજવણી
Live TV
-
ભારતીય તટરક્ષક દળ દ્વારા આજે ૪પમાં સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ભારતીય તટરક્ષક દળે પોતાના અથાક પ્રયાસો દ્વારા પોતાને એક વિશ્વસનીય દળ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે. સ્થાપના દિવસની પુર્વ સંધ્યાએ પોતાના સંદેશમાં ભારતીય તટરક્ષક દળના મહાનિયામક કે. નટરાજને સુરક્ષિત અને સ્વચ્છ સમુદ્ર સુનિશ્ચિત કરવાની દિશામાં તટરક્ષક દળની પ્રતિબધ્ધતાની ખાતરી આપી હતી. ૧૯૭૮ માં માત્ર સાત જમીની પ્લેટફોર્મ સાથે ભારતીય તટરક્ષક દળે શરૂઆત કરી હતી. હવે તેની પાસે ૧પ૬ જહાજ અને ૬ર વિમાન છે અને વર્ષ ર૦રપ સુધી તેનું લક્ષ્ય 200 જમીની પ્લેટફોર્મ તૈયાર કરવાનો અને ૮૦ વિમાન હાંસલ કરવાનો છે. વિશ્વમાં ચોથા સૌથી મોટા ભારતીય તટોની સુરક્ષા અને ભારતીય દરિયાઇ વિસ્તારોમાં નિયમો લાગુ કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી છે.
