આજે ભારતીય વાયુ સેનાને સ્પેનમાં મળશે પહેલુ સી-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ
Live TV
-
ભારતીય વાયુસેનાને આજે C-295 એરક્રાફ્ટ મળશે. આ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. એરક્રાફ્ટને સ્પેનમાં ઔપચારિક રીતે એર ચીફ માર્શલ વીઆર ચૌધરીને સોંપવામાં આવશે. વર્ષ 2021માં ભારત અને સ્પેન વચ્ચે કુલ 56 એરક્રાફ્ટ માટે કરાર કરવામાં આવ્યો હતો.
એરબસ અને ટાટા સાથે મળીને તેનું નિર્માણ કરશે. સૌથી પહેલા સ્પેનમાં 16 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે. આ પછી ગુજરાતના વડોદરામાં 40 એરક્રાફ્ટનું ઉત્પાદન કરાશે. વડોદરાની ફેક્ટરી 2026 સુધીમાં તૈયાર થઈ જશે, ત્યારબાદ ત્યાં પ્લેનનું નિર્માણ કરાશે. C-295 એરક્રાફ્ટ સૈનિકો સાથે લાંબા અંતરને કવર કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.
