આજે ભારત રત્ન ડૉ.આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ, દેશભરમાં કાર્યક્રમો
Live TV
-
સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ , પ્રધાનમંત્રી અને અન્ય માન્યગણ શ્રધ્ધાંજલિ અર્પણ કરશે
ભારત રત્ન ડૉ. બી.આર.આંબેડકરને તેમના 63માં મહાપરિનિર્વાણ દિવસ પર શ્રધ્ધાંજલી આપવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા છે. સંસદ ભવન પરિસરમાં ડૉ. આંબેડકરની પ્રતિમા પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ , પ્રધાનમંત્રી અને અન્ય માન્યગણ શ્રધ્ધાંજલિ અર્પણ કરશે. ત્યાં મુંબઇમાં ચૈત્યભૂમિ પર પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં બાબાસાહેબના અનુયાયી તેમને શ્રધ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક આવે છે. આ અંતર્ગત મધ્ય રેલ્વે એ 12 ટ્રેન અને 14 લોકલ લાંબા અંતરની ગાડી ચલાવવાનો નિર્ણય લીધો છે. આ લોકલ ટ્રેન ફુર્લા , થાણે, કલ્યાણ , વાસ્તી અને પનવેલથી ચલાવવામાં આવશે. રેલ પ્રશાસને તમામ મુસાફરોને ટિકિટ લઇને યાત્રા કરવા અપીલ કરી છે.
