આજે ભૂતાનના પ્રધાનમંત્રી દિલ્હી ખાતે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે
Live TV
-
ભારત અને ભૂતાન વચ્ચે દ્વીપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા થશે ચર્ચા
ભારતની મુલાકાતે આવેલ ભૂતાનના પ્રધાનમંત્રી ત્શેરિંગ તોબગે દિલ્હી ખાતે આજે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેમજ પરસ્પરના હિતો પર ચર્ચા કરશે. ત્યારબાદ ભૂતાનના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે ભૂતાનના પ્રધાનમંત્રીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. એક ટ્વીટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું કે, બંને દેશોના રાજનૈતિક સંબંધ ખરા સમયમાં મજબૂત થયા છે.
