આજે રાજ્યસભામાં અપાધારિક બાબતો સાથે જોડાયેલા ત્રણ વિધેયકો પર ચર્ચા થશે
Live TV
-
આ શિયાળાનું લોકસભાનું શિયાળુ સત્ર ઇતિહાસિક રહશે. આ સત્ર માં ત્રણ ઇતિહાસિક વિધેયકની મંજૂરી આપવામાં આવી છે. જેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. જેમાનું એકે છે અપરાધિક મામલામાં જોડાયેલ ત્રણ વિધેયક આજે આ ત્રણ વિધેયકને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે..રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહ ભારતીય ન્યાય સંહિતા ભારતીય ન્યાય (બીજું) સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા (બીજું) સંહિતા-2023 તેમજ ભારતીય પુરાવા (બીજું) વિધેયક-2023 કાયદા ઉપર ચર્ચા અને પસાર કરવાનો પ્રસ્તાવ રાખશે.
આ ત્રણેય વિધેયક બ્રિટશ કાળ સમયના છે. આ વિધેયક પસાર થઈ ગયા બાદ તે IPC અને CRPC ની જગ્યા લેશે..ગૃહ મંત્રી અમિત શાહ ઉચ્ચ સદનમાં ચર્ચા પછી આ ઉપર જવાબ આપશે.આ પહેલા ગઈકાલે લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આ વિધેયક ગુલામીની માનસિક્તાને પૂર્ણ કરવાનો મોદી સરકારનો ઉદ્દેશ છે. ત્રણેય વિધેયકો વિષે સ્પષ્ટતા કરતાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આંતકવાદ, સંગઠિત અપરાધ. મોબલીચિંગ જેવા ગંભીર અપરાધ ઉપર આજ સુધી કોઈ કાયદો બનાવમાં આવ્યો નથી.
ગૃહમંત્રી એ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં કહ્યું કે 70 વર્ષોમાં કોંગ્રેસે આ જરૂરી બદલાવને નજર અંદાજ કર્યા છે. આ સાથે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ દૂરસંચાર વિધેયક 2023ને ચર્ચા માટે મૂકશે. સંભવ છે કે આજેજ આ બિલ પસાર થઈ જાય.આ વિધેયક પણ લોક સભામાં પસાર થઈ ચૂક્યું છે. ચર્ચા દરમિયાન સંચાર મંત્રી અશ્વિની કુમાર કહ્યું કે બિલમાં ઉપભોક્તાની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.ખોટા ઓળખ પત્ર ઉપર સીમ કાર્ડ લેવાના મામલે 3 વર્ષની સજા અને 50 લાખનો દંડ થઈ શકે છે સાથે લાઇસન્સ વ્યવસ્થામાં સરળતા કરી ટેલિકોમ સ્પેક્ટ્રમ માટે સ્પષ્ટ નીતિ સાયબર સુરક્ષા અને ટેલિકોમ નેટવર્ક સુરક્ષા માટે ખાસ કાનૂની રૂપરેખા બનાવવી અને ઇન્ટરસેક્શન માટે કાનૂની પ્રવધાન બાનવવું આ વિધેયકના ઉદ્દેશમાં સમાવિષ્ટ છે.