Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે

Live TV

X
  • આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે. તેઓ દિવ્યાંગ વ્યક્તિઓને તેમની સિદ્ધિઓ અને તેમના સશક્તિકરણ માટે કરેલા કાર્ય માટે પુરસ્કાર પ્રદાન કરશે. આ કાર્યક્રમનું આયોજન દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. 

    સંયુક્ત રાષ્ટ્ર સંઘ સામાન્ય સભા દ્વારા 1992માં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસની વાર્ષિક ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસનો ઉદ્દેશ દિવ્યાંગના મુદ્દાઓની સમજને પ્રોત્સાહન આપવા અને દિવ્યાંગ વ્યક્તિઓના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમર્થન એકત્ર કરવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply