પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સાથે વાતચીત કરી
Live TV
-
આંધ્રપ્રદેશમાં ચક્રવાત મિચૌંગ ત્રાટકવાની શક્યતા છે. તેને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત મિચૌંગને પહોંચી વળવા માટે કરાયેલી તૈયારીઓની સમીક્ષા માટે વાત કરી હતી અને રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીએ શક્ય તમામ મદદ સુનિશ્ચિત કરવા પણ તમામ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી.
