Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ: PM, રાષ્ટ્રપતિએ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Live TV

X
  • આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. 30 મી જાન્યુઆરી 1948માં બાપુનું નિધન થયું હતું. આજે ભારત દેશ જ નહીં, પરંતુ આખી દુનિયા અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીને નમન કરી રહી છે.

    આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. 30 મી જાન્યુઆરી 1948માં બાપુનું નિધન થયું હતું. આજે ભારત દેશ જ નહીં, પરંતુ આખી દુનિયા અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીને નમન કરી રહી છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિને દેશમાં શહીદી દિન તરીકે ઉજવવામાં આવે છે. બાપુએ વિશ્વને શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ ચિંધ્યો હતો. બાપુ આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો દુનિયામાં આજે પણ જીવીત છે. રાષ્ટ્ર ગાંધીજીને ભાવભીની શ્રદ્ધાંજલી આપી રહ્યું છે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરતાં કહ્યું કે, એક કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને મારી વિનમ્ર શ્રદ્ધાંજલી, જેમણે આજના દિવસે શહાદત મેળવી.

    ઉપરાષ્ટ્રપતિ વેંક્ટમ નાયડુએ ગાંધીજીને શ્રદ્ધાજલી આપતાં ટ્વીટ કરી. જેમાં તેમણે લખ્યું, ગાંધીજી શાંતિ, અહિંસા અને નિસ્વાર્થ સેવાના એક યૌદ્ધા હતાં. પોતાના કાર્યો અને વચન દ્વારા તેમણે અમિટ છાપ છોડી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું, મહાનબાપુને તેમની પુણ્યતિથી પર નમન. તેમના વિચાર લાખો લોકોને પ્રેરણા આપી રહ્યાં છે. આજના શહીદ દિવસ પર બધી મહિલાઓ અને પુરુષોના બલિદાન અને સમર્પણને અમે યાદ કરીએ છીએ, . આપણે શાંતિ, અહિંસા, સાદગી અને સાધનોની પવિત્રતા અને વિનમ્રતાના આદર્શોનું પાલન કરવું જોઇએ..  અહિંસાના માર્ગ પર ચાલવા માટે તેમણે દુનિયાભરમાં અગણિત લોકોને પ્રેરિત કર્યા. ગાંધીજીનું ગૌરવ ભર્યું જીવન અને સિદ્ધાંત સમગ્ર દુનિયાને પ્રેરિત કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply