કૃષિ બિલ મામલે ખેડૂતોને ચર્ચા કરવા કૃષિમંત્રી માત્ર એક ફોન કોલ જેટલા જ દૂરઃ PM મોદી
Live TV
-
દિલ્હીની સિંધુ, ટીકરી અને ગાઝિયાબાદ બોર્ડર પર કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલન 66માં દિવસે યથાવત છે. કેન્દ્ર સરકાર કૃષિ બિલ મુદ્દે મડાગાંઠ ઉકેલવા સતત પ્રયાસો કરી રહી છે. જે અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી સહિત વિવિધ પક્ષના નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કૃષિ બિલ ઉપરાંતના વિવિધ મુદ્દા અંગે વાત કરવા માટે નાના પક્ષોને વધુ તક અને સમય આપવા પર ભાર મૂક્યો હતો. તેમજ મોટા પક્ષોને અવરોધ પેદા ન કરવા વિનંતી કરી હતી.
આ અંગે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે, કેન્દ્ર સરકાર 11મા તબક્કાની યોજાયેલી મંત્રણા હેઠળ કૃષિ મંત્રીના પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનો સાથે વાત કરવા તૈયાર છે. તેમણે ખેડૂત સંગઠનોને આ પ્રસ્તાવનો સ્વીકાર કરી ચર્ચાનો દૌર આગળ વધારવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કૃષિ બિલ મામલે ખેડૂતોને ચર્ચા કરવા કૃષિમંત્રી માત્ર એક ફોન કોલ જેટલા દૂર હોવાનું જણાવ્યું હતું.
