કેન્દ્ર સરકાર અને વિશ્વ બેંકે સ્ટાર્સ પ્રોજેકટ માટે પ૦ કરોડ અમેરીકી ડોલરની સહાય સમજુતી કરાર કર્યા
Live TV
-
કેન્દ્ર સરકાર અને વિશ્વ બેંકે કેરળ, હિમાચલ પ્રદેશ સહિત છ રાજયોમાં શિક્ષણ પ્રક્રિયાની ગુણવત્તા સુધારવા માટેના સ્ટાર્સ કાર્યક્રમ માટે પ૦ કરોડ અમેરીકી ડોલરની સહાય સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા છે.
આ કાર્યક્રમના લીધે કેરળ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીશા અને રાજસ્થાન આ છ રાજયોના રપ કરોડ વિદ્યાર્થીઓ અને એક કરોડથી વધુ શિક્ષકોને લાભ થશે. ભારત સરકારના બધા જ નાગરીકોને શીક્ષણના ધ્યેયને સિધ્ધ કરવા વિશ્વ બેંક અને ભારત સરકારે વર્ષ ૧૯૯૪ થી સ્ટાર્સ કાર્યક્રમ હાથ ધર્યો છે. વિશ્વ બેંકે અત્યાર સુધીમાં આ શૈક્ષણિક કાર્યક્રમ માટે ત્રણ અબજ અમેરીકી ડોલરની સહાય આપી છે.
