પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશવાસીઓને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર 31મી જાન્યુઆરીએ આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર 31મી જાન્યુઆરીએ આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં ‘મન કી બાત’ રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. ‘મન કી બાત’ના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરશે. તેમજ YouTube પર http://Youtube.com/DDNewsGujarati પણ જીવંત પ્રસારણ નિહાળી શકાશે.
