આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ
Live TV
-
આજે ભારત દેશમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે. ગ્રાહકનું મહત્વ, ગ્રાહકોના હકો અને ગ્રાહકોની જવાબદારીઓ પ્રત્યે દેશભરમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. સાલ 1986ની 24મી ડિસેમ્બરના રોજ 'ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986' ને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને સાથે જ આ કાયદાને અમલમાં મુકવામાં આવ્યો હતો. આ કારણ સર જ દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે.
ગ્રાહક સુરક્ષા કાયદાનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ સામે અસરકારક સલામતી પૂરી પાડવી છે. જેમ કે ખામીયુક્ત ચીજો, અસંતોષકારક સેવાઓ અને અયોગ્ય વેપાર વ્યવહાર જેવા અનેક વિષયો સામે ગ્રાહકોને સુરક્ષા આપવા માટે આ કાયદાને પારીત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ દરેક ગ્રાહકને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે વધુ જાગૃત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.
