Skip to main content
Settings Settings for Dark

કૃષિ કાયદાના સમર્થનમાં સામે આવ્યા અનેક ખેડૂત સંગઠનો

Live TV

X
  • કૃષિ કાયદાના સમર્થનમાં અનેક ખેડૂત સંગઠનો સામે આવ્યા છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પ્રતિનિધિ મંડળે 3 લાખ 13 હજાર હસ્તાક્ષર વાળો સમર્થન પત્ર સોંપ્યો. ખેડૂતોની તમામ સમસ્યાઓનું નિરાકરણ માટે સરકાર પ્રતિબદ્ધ.

    ખેડૂત આંદોલનની વચ્ચે નવા ખેડૂત કાયદાના સમર્થનમાં વિભિન્ન કિસાન સંગઠન સામે આવી રહ્યા છે. CNRIના બેનર હેઠળ ખેડૂતોના વિવિધ સંગઠનોના પ્રતિનિધિ મંડળોએ કૃષિ મંત્રીની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે આશરે 3 લાખ 13 હજાર ખેડૂતોના હસ્તાક્ષરવાળો સમર્થન પત્ર કૃષિ મંત્રીને અર્પણ કર્યો હતો. CNRIએ જણાવ્યુ હતું કે, દેશના અઢી લાખ સરપંચોને પત્ર લખીને કૃષિ કાયદાને સમર્થન આપવા માટે અપીલ કરી છે. ખેડૂતો સાથેની મુલાકાત પછી કૃષિ મંત્રીએ જણાવ્યુ હતું કે, ખેડૂતોની સાથે ઘણો વિચાર વિમર્શ કર્યા પછી આ કાયદા બનાવાયા છે અને દેશના વિભિન્ન સંગઠનો તેને સમર્થન પણ આપી રહ્યા છે. કૃષિ મંત્રીએ ફરી એક વખત જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. 

    અગાઉ પણ ઉત્તર પ્રદેશ , દિલ્હી અને આસપાસના વિસ્તારના ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓએ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. ખેડૂતોએ એ બેઠક દરમિયાન, ભારત સરકાર દ્વારા અમલી બનેલા નવા કૃષિ કાયદાઓને સમર્થન આપ્યું હતું. આ બેઠકમાં રાજ્યસભાના મંત્રી કૈલાશ ચૌધરી અને સંસદ સભ્ય સુરેન્દ્રસિંહ નાગર પણ ઉપસ્થિત રહ્યા હતા.
    તે બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, ઘણા સમયથી ખેતીમાં સુધારણા માટે કોઈ પગલું લેવામાં આવ્યું નથી. છેલ્લા 20 વર્ષોથી, ચર્ચા હતી કે કૃષિ ક્ષેત્રમાં જરૂરી સુધારા કરવામાં આવવા જોઈએ જેથી માત્ર ખાનગી રોકાણ જ ન આવે, ખેડુતો પણ કાનૂની બંધનોથી મુક્તિ મેળવી શકે. અગાઉની સરકારો પણ આ સુધારાઓની વાત કરી રહી છે, પરંતુ તેમની રાજકીય મજબૂરીઓને કારણે તેઓ આ દિશામાં કોઈ પગલું ભરી શક્યા નથી. નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 માં પ્રધાનમંત્રી પદ સંભાળતાંની સાથે જ ખેડૂતોની સ્થિતિ સુધારણા તરફ મહત્વપૂર્ણ પગલાં લીધાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply