આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ, પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર કરાશે એનાયત
Live TV
-
આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. 16 નવેમ્બર 1966થી ભારતીય પ્રેસ પરિષદે પોતાનું સત્તાવાર કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈ દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સામાન્ય લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો છે. પત્રકારત્વનું ક્ષેત્ર આજે વ્યાપક થયું છે. પત્રકારત્વ જનજન સુધી માહિતી પહોંચાડવાનું સાધન બની ચૂક્યું છે. રાજધાની દિલ્હીમાં આજે ઉપરાષ્ટ્રપતિ એણ વેંકૈયા નાયડુ અને માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર વર્ષ 2019 માટે પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરશે.
