મહારાષ્ટ્રમાં સરકાર રચવા NCP, કોંગ્રેસ, શિવસેનાની કવાયત તેજ
Live TV
-
મહારાષ્ટ્રમાં સરકાર રચવાની ગતિવિધીઓને લઈને એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે સમજૂતીની કવાયત તેજ થઈ રહી છે. ત્રણેય પક્ષો વચ્ચે CMPને લઈને સુંયક્ત રણનીતિની ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન NCPએ કહ્યું છે કે, મુખ્યમંત્રી શિવસેનાના રહેશે, જ્યારે ભાજપ કહી રહ્યું છે કે, તેમના વગર સરકાર બની શકશે નહીં. આ દરમિયાન શિવસેના , એન.સી.પી. અને કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પાસે આજનો સમય માંગ્યો છે. જેમાં ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરાશે. જ્યારે અધ્યક્ષ શરદ પવારે નાગપુરમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે મહારાષ્ટ્રમાં મધ્યવર્તી ચૂંટણીની શક્યતા ફગાવી હતી. જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
