Goa : ભારતીય નૌસેનાનું મિગ 29 k ફાઇટર પ્લેન થયું ક્રેશ
Live TV
-
ગોવામાં શનિવારે બપોરે ટ્રેઇનિંગ મિશન માટે રવાના થયા પછી તરત ભારતીય નૌસેનાનું મિગ 29 k ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. આ ફાઈટર પ્લેન ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભર્યાની થોડીક જ મિનિટોમાં ક્રેશ થયું હતું. જોકે વિમાનમાં બેઠેલા બંને પાયટલ સુરક્ષિત છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાગ્રસ્ત થયે્લું ફાઇટર જેટ ટ્રેઇનિંગ માટે વપરાતું હતું. આ વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. જોકે પાયલટ કેપ્ટન એમ. શોકખંડ અને લેફ્ટેનન્ટ કમાન્ડર દિપક યાદવ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા
નેવીના પ્રવક્તા કમાંડર વિવેક મધવાલે માહિતી આપી છે કે મિગ-29K ટ્રેનર વિમાનના એન્જિનમાં આગ લાગી ગઈ છે. જોકે પાયલટ કેપ્ટન એમ. શોકંદ તેમજ લેફ્ટનન્ટ કમાન્ડર દીપક યાદવને સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળતા મળી છે. વિમાને આઇએનએસ હંસાથી ટેકઓફ કર્યું હતું.
