ઓનલાઇન યૌન શોષણ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સીબીઆઇએ એક યુનિટ બનાવ્યું
Live TV
-
ઇન્ટરનેટ પર વધી રહેલ બાળ યૌન શોષણ એક વૈશ્વિક સમસ્યા બની રહી છે. ભારતમાં પણ મોટા પ્રમાણમાં બાળકો પર આ પ્રકારના ગુનાઓ વધી રહ્યો છે. ત્યારે આવી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સીબીઆઇએ એક યુનિટ બનાવ્યું છે. આ યુનિટ દેશની અંદર ચાલી રહેલાં ઓનલાઈન યૌન શોષણ પર લગામ લગાવશે. આ સાથે જ સીબીઆઇનું આ યુનિટ આવા કામ માટે બાળકોને પ્રોત્સાહિત કરનારા અને ઈન્ટરનેટ પર આ પ્રકારની સામગ્રી અપલોડ કરનારા લોકો ઉપર પણ ચાંપતી નજર રાખશે. ઉપરાંત જે લોકો આ પ્રકારના વીડિયોઝ અને કન્ટેન્ટ જુવે છે તેમનો ડેટા પણ સીબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવશે
દરેક રાજ્યમાં દરેક શહેરમાં બાળ જાતીય શોષણના સમાચાર સાંભળવામાં આવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા વર્ષ 2016 માં બહાર પાડવામાં આવેલા અહેવાલને જોતા 2014 માં બાળકો સાથેના ગુનાના 89,423 બનાવ નોંધાયા હતા. 2015માં 94,172 અને 2016માં 1,06,958 ઘટના નોંધાઇ હતી. વર્ષ 2016 માં, બાળકો સાથેના 1,06,958 ઘટનાઓમાંથી, પોક્સો એક્ટ હેઠળ 36,022 કેસ નોંધાયા હતા, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયેલા છે (4,954). ઉત્તરપ્રદેશ પછી મહારાષ્ટ્ર (4,815) અને મધ્યપ્રદેશ (4,717) આવે છે. ઇન્ટરનેટ પર આવનાર નવી નવી તકનીકીઓ કોઈકવાર અનિયંત્રિત થઈને બાળકોના જાતીય શોષણમાં અનેકગણો વધારો કરે છે.આવા કિસ્સામાં સીબીઆઈનું નવું એકમ તેમને અટકાવશે અને બાળકોને તેમના બાળપણમાં પાછા ફરવામાં મદદ કરશે.
