સંસદના શિયાળુ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિભિન્ન પક્ષના નેતાઓ અને સાંસદો સાથે કરી વાતચીત
Live TV
-
સંસદના શિયાળુ સત્ર અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિભિન્ન પક્ષોના નેતાઓ તથા સાંસદો સાથે બેઠક કરી હતી. પી.એમ. મોદીએ સાર્થક તથા સકારાત્મક રીતે સત્ર ચાલશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર આજે વિભિન્ન પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. સંસદમાં સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી આશા પણ પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી હતી. તો સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેનારા નેતાઓએ પણ સંસદનું સત્ર સુચારૂ રૂપે ચાલશે તેની ખાતરી આપી હતી.
