આજે લોકસભામાં એસસી-એસટી અત્યાચાર નિવારણ બિલ પસાર
Live TV
-
સંસદમાં આજે કાર્યવાહી દરમ્યાન એસસી-એસટી અત્યાચાર નિવારણ બિલ પસાર થઈ ગયું છે. લોકસભામાં વિધેયક 123મો સુધારો પસાર થઈ ગયો છે.
કાર્યવાહી પહેલા....
સાપ્તાહિક રજા પછી સંસદની કાર્યવાહી આજે શરૂ થશે. સંસદમાં આજે બે મહત્વપૂર્ણ વિધેયક પર ચર્ચા થશે. લોકસભામાં એસસી, એસટી અત્યાચાર નિવારણ સંશોધન પર ચર્ચા કરીને તેને પસાર કરાવવા પ્રયાસ થશે, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા માટેના બંધારણીય સુધારા બીલ પર પણ ચર્ચા થશે. સંસદના ચોમાસુ સત્રનું આ અંતિમ સપ્તાહ છે. સંસદની કાર્યવાહી સુચારૂરૂપે ચાલે અને મહત્વપૂર્ણ ખરડા પસાર થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
