PM મોદીએ આયુષ્યમાન ભારત યોજનાની સમીક્ષા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત તૈયાર થઈ રહેલી હેલ્થ ઈન્શોરન્સ સ્કીમની સમીક્ષા કરી હતી. આ યોજના અંતર્ગત એક પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયાનો વીમો મળશે. પ્રાથમિક તબક્કે આ યોજના અંતર્ગત, દેશના દસ કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારોને આવરી લેવામાં આવશે.
આરોગ્ય મંત્રાલય, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓએ, પ્રધાનમંત્રી સમક્ષ આ યોજનાના વિવિધ પાસાઓ, તેમજ રાજ્યોની તૈયારીઓ અને યોજના સાથે સંકળાયેલ તકનીકી માળખાઓ વિશે પણ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે, કે આ વર્ષે એપ્રિલ મહિનામાં છત્તીસગઢના બીજપુર ખાતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારત લોન્ચ કરી હતી.
