મોબાઈલ ફોનમાં UIDAI નંબર સેવ થઈ જતો હોવાની અફવા
Live TV
-
ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણે કહ્યું છે કે, કેટલાક સ્વાર્થી તત્વોએ આધારની છબિ ખરાબ કરવા અને લોકો વચ્ચે ભય ફેલાવવા પ્રયાસ કર્યો છે.
ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણે કહ્યું છે કે, કેટલાક સ્વાર્થી તત્વોએ આધારની છબિ ખરાબ કરવા અને લોકો વચ્ચે ભય ફેલાવવા પ્રયાસ કર્યો છે.
પ્રાધિકરણનું કહેવું છે કે, મેઈક ફોન નંબર કોન્ટેક્ટ લિસ્ટમાં આવી જવાથી ફોનની મહિતી ચોરી શકાય નહીં. પ્રાધિકરણે કહ્યું કે, ગુગલની એક ભૂલને કારણએ તેનો જૂનો હેલ્પલાઈન નંબર સંખ્યાબંધ મોબાઈલ યુઝર્સની કોન્ટેક્ટ યાદીમાં આવી ગયો હતો, તેને કારણે કેટલાક અફવા ફેલાવનારાઓએ આધારની છબિ ખરાબ કરવા પ્રયાસ કર્યો હતો. પ્રાધિકરણે નિવેદનમાં કહ્યું કે તે આવા સ્વાર્થી તત્વોની નિંદા કરે છે અને આવી અફવાઓથી બચવું જોઈએ.