આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળની મળી બેઠક
Live TV
-
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ સાથે આર્થિક બાબતો પર કેન્દ્રીય મંત્રી મંડળની સમિતિ C.C.E.A.ની બેઠક પણ મળી હતી. તેમાં ,અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. 58 જરી પુરાણા કાયદાને પાછા ખેંચી લેવાના નિર્ણયને તેમાં મંજૂરી અપાઈ હતી. સંસદમાં પરત ખેંચવા ,અને સુધારા ખરડાને મંજૂરી અપાઈ હતી. અરુણાચલ પ્રદેશમાં 2,880 મેગા વૉટના બહુ હેતુક દિબાંગ પ્રૉજેક્ટને મંજૂરી અપાઈ હતી. આ સાથે રાષ્ટ્રીય મેડિકલ આયોગ રચવાને પણ અનુમતિ અપાઈ હતી. અનેક ડેમો સો વર્ષ કરતાં પણ જૂના છે., તેને ધ્યાનમાં રાખીને પહેલી વાર બાંધ ની સુરક્ષા માટે પણ ,કાયદો બનાવાશે તેવો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત ,N.I.D.સુધારા ખરડા તેમજ કંપની સુધારા ખરડા ને પણ, અનુમતિ અપાઈ હતી. C.C.E.A.એ ,સાહ જાનવા ,અને દોહરી ઘાટ વચ્ચે ,રૂ. 13.19 અબજ કરોડ ના ખર્ચે ,81.17 કિમી ની ,નવી રેલવે લાઇન ને ,મંજૂરી આપી હતી. તેમજ ,પ્રયાગરાજ ,અને મુગલ સરાઈ વચ્ચે ,રૂ. 26.49 અબજ ના ખર્ચે ,ત્રીજી રેલવે લાઇન ને ,મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી મંડળે ,ઇન્સૉલ્વન્સી ,અને બૅન્કરપ્ટ્સી કૉડ સુધારા, N.I.D.સુધારા ખરડા ,તેમજ કંપની સુધારા ખરડા ને પણ ,મંજૂરી આપી હતી.
