ત્રાસવાદી હુમલાની વિદેશમાં પણ તપાસની જોગવાઈ ધરાવતા રાષ્ટ્રીય તપાસ સંસ્થા સુધારા ખરડાને રાજ્ય સભાએ કર્યું પસાર
Live TV
-
ત્રાસવાદીઓ નું હવે આવી બન્યું.ત્રાસવાદી હુમલાની વિદેશમાં પણ તપાસની જોગવાઈ ધરાવતા રાષ્ટ્રીય તપાસ સંસ્થા સુધારા ખરડાને રાજ્ય સભાએ પસાર કર્યું. ટૂંક સમયમાં બનશે કાયદો.
રાજ્યસભામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી બિલ સર્વાનુમતે ધ્વનિમત સાથે પાસ કરવામાં આવ્યુ છે.આ પહેલા આ બિલ લોકસભામાં પણ પાસ થઈ ચુક્યુ છે. તો રાજ્યસભામાં NIA બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે NIAની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. અમિત શાહે જાણકારી આપી હતી કે 2014થી 2019 સુધીમાં NIA પાસે કુલ 195 રજિસ્ટર્ડ કેસ જેમાથી 129 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. તો 44 કેસમાં ચુકાદો પણ આવી ગયો છે અને તેમાથી 41 લોકોને સજા પણ થઈ ચુકી છે..અમિત શાહે તેમના સંબોધનમાં કહ્યુ કે NIA પુરી રીતે સક્ષમ છે અને વિદેશોમાં પણ ભારતીયો સામે કોઈ પ્રકારની આતંકી ઘટના ઘટે છે તો NIA તેની પણ તપાસ કરશે. તો સાથોસાથ તેમણે NIAની શક્તિઓના દુરુપયોગ અંગે ઉઠી રહેલી શંકા અંગે સદનને આશ્વસ્ત કરતા કહ્યુ કે NIA ક્યારેય તેની શક્તિઓનો દુરુપયોગ નહીં કરે કારણ કે કેન્દ્ર સરકારમાં ક્યારેય કોઈ ખોટી રીતે કેસ કરવામાં આવતા નથી.
