કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતને મોટી સફળતા
Live TV
-
કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતને મોટી સફળતા મળી છે. ધ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવતા કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પોતાના નિર્ણયમાં ન્યાયાલયે પાકિસ્તાનને કુલભૂષણ જાધવની સજા પર ફરી સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે કોર્ટે કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાની ભારતની માંગણીને સ્વીકાર કરી છે.
કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતને મોટી સફળતા મળી છે. ધ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવતા કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પોતાના નિર્ણયમાં ન્યાયાલયે પાકિસ્તાનને કુલભૂષણ જાધવની સજા પર ફરી સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે કોર્ટે કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાની ભારતની માંગણીને સ્વીકાર કરી છે. કોર્ટના 16માંથી 15 જજોએ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સંબંધિત મામલામાં ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવ સાથે રાજનાયિક સંપર્ક કરવા અને તેની સાથે વાત કરવા ભારતને તેના અધિકારથી વંચિત કર્યું છે. તેમજ પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો છે.
