પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ICJના નિર્ણયનું સ્વાગત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, તેઓ આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. સત્ય અને ન્યાયનો વિજય થયો છે. તેમને વિશ્વાસ છે કે, કુલભૂષણ જાધવને ન્યાય મળશે અમારી સરકાર દરેક દેશવાસીની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરતી રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આઈસીજેના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, તેઓ આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. સત્ય અને ન્યાયનો વિજય થયો છે. તેમને વિશ્વાસ છે કે, કુલભૂષણ જાધવને ન્યાય મળશે અમારી સરકાર દરેક દેશવાસીની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરતી રહેશે. તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં મહાન જીત છે. આ નિર્ણય સત્યનો વિજય છે અને માનવીય ગરીમાનું રક્ષણ કરે છે. આ બધા ભારતીયોની સુરક્ષા માટે મોદી સરકારના કૂટનીતીક પ્રયત્નો અને પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે. તેમજ હરીશ સાલ્વેને આ મામલામાં પોતાના અથાગ પ્રયત્ન માટે અભિનંદન પાઠવું છું. બીજી તરફ ભાજપા નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કુલભૂષણ જાધવ મામલે આવેલા નિર્ણયનું સ્વાગત કર્યું છે. અને તેને ભારત માટે મહાન જીત ગણાવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર આ મામલે આજે સંસદમાં નિવેદન આપશે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવનો કેસ લડનાર વકીલ હરેશ સાલ્વેએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી દુનિયાભરના લોકોનો આઈસીજે પર વિશ્વાસ વધ્યો છે.
