આજે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી
Live TV
-
આજે વિશ્વ કેન્સર દિવસ છે. લોકોમાં કેન્સર રોગ અંગે જંનજાગૃતિ લાવીને કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે વિશ્વભરમાં આજના દિવસની કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આજે વિશ્વ કેન્સર દિવસ છે. લોકોમાં કેન્સર રોગ અંગે જંનજાગૃતિ લાવીને કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે વિશ્વભરમાં આજના દિવસની કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસની આ વર્ષની વિષયવસ્તુ છે “આઇ એમ, આઇ વીલ” એટલે કે ‘‘હું કેન્સર સામે લડી શકવા સક્ષમ છું.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ- જીસીઆરઆઈના સંચાલક ડૉ. શશાંક પંડ્યા જણાવે છે કે સમયસર તપાસ અને નિદાન કરવામાં આવે તો કેન્સરને હરાવી શકાય. તેમણે કહ્યું કે અમદાવાદ સિવિલ મેડિસીટીની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૩૦ હજાર જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવે છે.
